VIDEO/ ગર્ભાશયના કેન્સર સામેની રસીમાં લઘુમતી વિસ્તારો પાછળ, MLA ઇમરાન ખેડાવાળાએ જાગૃતિ માટે કરી અપીલ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિનનું અભિ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિનનું અભિયાન ચાલી રહ્યું છે પરંતુ શહેરના લઘુમતી વિસ્તારોમાં રસીકરણની ટકાવારી નિરાશાજનક છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રસીકરણ 90ટકા થી વધુ પહોંચી ગયું છે જ્યારે સાંકલિતનગર-મકતમપુરામાં 1 હજાર 139 પાત્ર લાભાર્થીઓમાંથી માત્ર 120ને જ વેક્સિન મળી છે. દાણીલીમડામાં 18 ટકા અને બહેરામપુરામાં 24 ટકા જ રસીકરણ થયું છે.બીજી તરફ ચાંદલોડિયામાં 97 ટકા, નારણપુરામાં 96 ટકા અને મણિનગરમાં 94 ટકા લોકોએ રસી મૂકાવી છે. ગેરસમજ અફવાઓ અને જાગૃતતાના અભાવને કારણે લઘુમતી વિસ્તારોમાં ઓછું વેક્સિનેશન થયું હોવાનું માનવામાં આવે છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ જાગૃતિ વધારવા પ્રયાસ કરવાની વાત કરી છે



