VIDEO: ખનિજ માફિયાઓએ રાહદારી યુવક પર જીવલેણ હુમલો કર્યો, આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર

સુરેન્દ્રનગરના મૂળચંદ વિસ્તાર નજીક ખનિજ માફિયાઓએ રાહદારી યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. માટીના ગેરકાયદેસર ખો

સુરેન્દ્રનગરના મૂળચંદ વિસ્તાર નજીક ખનિજ માફિયાઓએ રાહદારી યુવક પર જીવલેણ હુમલો કર્યો છે. માટીના ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલા આ માફિયાઓએ ધોકા સહિતના હથિયારો વડે યુવક પર હુમલો કર્યો, જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. હુમલા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. '

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

જાહેરાત

ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ ઘટના ત્યારે બની જ્યારે યુવક ખોદકામ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. સ્થાનિકોમાં ખનિજ માફિયાઓના આ આતંક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા ગેરકાયદેસર ખોદકામ પર કડક પગલાં લેવામાં આવે

આ સમાચાર શેર કરો

જાહેરાત