VIDEO: દૂધ ટેન્કરના ડ્રાઈવરે સાવજ ડેરીના ચેરમેન પર માર મારવાનો લગાવ્યો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેનનો નવો વિવાદ સામે આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે

ગુજરાતના જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેનનો નવો વિવાદ સામે આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે  જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન અને ભાજપ અગ્રણી દિનેશ ખટારીયા અને ભયલાભાઈ હુંબલ સામે દૂધ ટેન્કરના ડ્રાઈવર ભાવેશ માડમ પર હુમલાનો ગંભીર આક્ષેપ છે. બામણાસા ગામના ભાવેશ માડમે દૂધમાં ભેળસેળ થતી હોવાની વાતો ફેલાવી હોવાની શંકા રાખી હતી.

ડ્રાઈવરને ઓફિસમાં બોલાવીને માર્યો માર

તો બીજી તરફ આ બાબતે દૂધ ટેન્કરના ડ્રાઈવરે વંથલી નજીક આવેલી સાવજ ડેરીની ઓફિસમાં બોલાવીને બેફામ માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભાવેશને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મુદ્દે હજુસુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઉલ્લેખનીય છે કે આ મામલે હવે પોલીસ કોઈ પગલાં ભરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

આ સમાચાર શેર કરો

જાહેરાત