VIDEO: Mehsana SPG દ્વારા વધુ એક ખોટા લગ્નની નોંધણી થયાના પર્દાફાશ કરાયો
VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખોટા લગ્ન અને નોંધણીઓ થતી હોવાનું સામે આવી રહ્યું છે તેને લઈ

VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખોટા લગ્ન અને નોંધણીઓ થતી હોવાનું સામે આવી રહ્યું છે તેને લઈ આજે એસપીજી દ્વારા વધુ એક ખોટા લગ્નના દાખલો સામે આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાની યુવતીએ સાથેનો બનાવ આજે ઉજાગર કરવામાં આવ્યો હતો. યુવતીને ટેબ્લેટ અપાવવું કહીં કાગળ પર સહીઓ કરાવી બારોબાર લગ્નની નોંધણી કરાવી હોવાનો ખુલાસો થયો છે. જેને એસપીજીએ લગ્ન નોંધણી અંગે તપાસ કરી ત્યારે આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
રાજ્યના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતમાં અનેક લગ્ન નોંધણી થયાનું સામે આવ્યા બાદ એસપીજીએ વધુ એક યુવતીના ખોટા લગ્ન નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લાની યુવતીના પાડોશમાં રહેતા હરેશ રોહિત નામના પાડોશીએ લગ્ન કરી કાગળ પર ટેબ્લેટ અપાવવાનું કહીં સહી કરી લગ્ન નોંધાવી દીધા હતા. યુવતી જે ગામ ગઈ નથી ત્યાં લગ્ન નોંધાયા હોવાનું સામે આવ્યું છે. યુવતીએ લગ્ન ન કર્યા હોવા છતાં લગ્ન કર્યા હોવાનું કહ્યું હતું. યુવાને ભોગ બનનાર યુવતીને લગ્ન નોંધણીના સર્ટિફિકેટ બતાવ્યાયુવતીએ લગ્ન રૂબરૂ ન કર્યા હોવા છતાં લગ્ન નોંધણી કેવી રીતે થઈ? જેથી ભોગ બનનાર યુવતી દુષ્કર્મનો પણ ભોગ બની હોવાનો ઉલ્લેખ કરી એસપીજીએ ખેડા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ ફરિયાદ કરવામાં આવી છે.




