મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સસ્તા અનાજના જથ્થાને સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ગ્રામજનોએ પકડી અનાજ ભરેલી ગાડી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા-2 ગામમાં સસ્તા અનાજના જથ્

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભોરવા-2 ગામમાં સસ્તા અનાજના જથ્થાને સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ ગ્રામજનોની સતર્કતાથી ઝડપાયું છે. દુકાન સંચાલક પટેલ નરવત ધીરશીંગ દ્વારા અનાજનો જથ્થો પીકઅપ બોલેરોમાં ભરી બારોબાર વેચવા જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે અગાશવાણી ચોકડી પાસેથી ગ્રામજનોએ ગાડી રોકી પાડી હતી, ગ્રામજનોએ અનાજ ભરેલી ગાડી પકડી પાડી પુરવઠા વિભાગને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા નાયબ મામલતદારે પંચનામું કરી અનાજનો જથ્થો અને વાહન કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં ગરીબોના હકનું અનાજ બારોબાર વેચાઈ જતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે આ કિસ્સાએ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. શું જવાબદાર સંચાલક વિરુદ્ધ કડક પગલાં લેવાશે?

આ સમાચાર શેર કરો