VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ, કરોડોની મગફળી બળીને ખાખ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મુકવામાં આવી હતી. કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે.
10થી વધુ ફાયર ફાઈટરોની મદદ લેવાઈ
આગને કાબૂમાં લેવા માટે ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતની પાલિકાના 10થી વધુ ફાયર ફાઈટરોની મદદ લેવાઈ છે. પ્રાંત અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેસીબી સહિતની મશીનરીઓથી ગોડાઉનીની દિવાલો તોડી ખુલ્લા કરાયા. મહત્વનુ છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મુકવામાં આવી હતી.




