VIDEO: સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર નબીરાએ સર્જાયો અકસ્માત, ત્રણ વાહનોને ટક્કર મારી કાર મૂકીને ફરાર
રાજ્યમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ અને હિટ એન્ડની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી, આવી જ એક દુર્ઘટ
રાજ્યમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ અને હિટ એન્ડની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી, આવી જ એક દુર્ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર નબીરાએ બેફામ કાર ચલાવીને ત્રણ વાહનોને ટક્કર મારી હતી.
બેફામ કાર ચાલકે વીજપોલને પણ તોડી પાડ્યો
બેફામ કાર ચાલકે વીજપોલને પણ તોડી પાડ્યો હતો. જોકે ગંભીર અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે જે કારે અકસ્માત સર્જયો હતો તે પલ્ટી ખાઈ ગઈ હતી.
સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર અકસ્માત
મધરાત્રિએ અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કાર ચાલક કોણ હતો તે હજું સામે આવ્યું હતું. અકસ્માત સર્જીને કાર મૂકીને ચાલક ફરાર થયો હતો. જો કે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.








