VIDEO/ 'ભાજપના ઈશારે લગભગ ૨૦૦૦ મતોની મોટી હેરાફેરી', કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈનો આક્ષેપ
અમદાવાદના બાપુનગર વોર્ડની મતગણતરીમાં ગંભીર ગડબડ થઈ
અમદાવાદના બાપુનગર વોર્ડની મતગણતરીમાં ગંભીર ગડબડ થઈ હોવાના આક્ષેપ લાગ્યો છે... કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે ભાજપના ઈશારે લગભગ ૨૦૦૦ મતોની મોટી હેરાફેરી કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે જાણી જોઈને જીતેલા ઉમેદવારને હારેલા અને હારેલાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેના પુરાવા વિડિયોગ્રાફીમાં કેદ હોવાનો પણ દાવો કર્યો છે....આ બાબતે મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. નાગજી દેસાઈએ તંત્ર દ્વારા તાત્કાલિક સાચું પરિણામ જાહેર કરીને ન્યાય આપવામાં નહીં આવે, તો તેઓ આ લડતને કોર્ટ સુધી લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે..
જાહેરાત








