મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કેન્દ્રીય કર્મચારીઓ માટે લોટરી! આઠમા પગાર પંચે શરૂ કરી તૈયારી, ફિટમેન્ટ ફેક્ટર વધારવા માટે જોરદાર માંગ

VIDEO: દેશના 45 લાખ કેન્દ્રીય

VIDEO: દેશના 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આઠમા પગાર પંચે હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દીધી છે, જેમાં પંચની ટીમ અલગ-અલગ રાજ્યોની મુલાકાત લઈ કર્મચારી યુનિયનો સાથે બેઠકો કરી રહી છે. હવે 28થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં એક મોટી બેઠક યોજાવાની છે.

કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચદ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 3.833 કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે, તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અત્યારે જે લઘુતમ બેઝિક પે રૂપિયા 18 હજારછે, તેને વધારીને રૂપિયા 69 હજારકરવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો