VIDEO: ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં દર્શન આપ્યા, મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું મંદિરમાં

અમદાવાદમા આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજવવાની છે.તે અગાઉ આજે ભગવાનના સોનાવેશના દર્શન આપ્યા

અમદાવાદમા આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજવવાની છે.તે અગાઉ આજે  ભગવાનના સોનાવેશના દર્શન આપ્યા છે. આજે જગન્નાથ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન થશે. 11 વાગ્યે મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ હાજર રહેશે.

મંદિરના પ્રાંગણમાં રથયાત્રાનો પ્રારંભ કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે

કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવશે.બપોરે 2:30 વાગે કોંગ્રેસ કમિટી દ્વારા રથની પૂજન કરશે, 5 વાગે શાંતિ સમિતિની મુલાકાત અને 6:30 વાગે મુખ્યમંત્રી દ્વારા વિશેષ પૂજા-આરતી થશે. સાંજે 8 વાગે મહા આરતી યોજાશે.

જાહેરાત

આ વખતે રથયાત્રાને વિશેષ બનાવવા માટે એક અનોખી બાબત જોવા મળી

આ વખતે રથયાત્રાને વિશેષ બનાવવા માટે એક અનોખી બાબત જોવા મળી. લગભગ 20 બાળકો શંકર-પાર્વતી, રામ-હનુમાનજી અને કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરીને રથમાં અરુણ થઈને મંદિરના પટાંગણમાં પ્રવેશશે. આ દૃશ્ય ભક્તો માટે દિવ્ય અને આકર્ષક અનુભવ બનશે. રથયાત્રાની આ તૈયારીઓથી મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, અને શ્રદ્ધાળુઓ આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા આતુર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત