મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ ધોરાજીમાં ડીઝલ અછતથી પેટ્રોલ પંપ પર લાંબી કતારો

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી

તસવીર: GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડીઝલની અછત વચ્ચે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ વાહનચાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. ટ્રેક્ટર અને અન્ય વાહનો સાથે આવેલા ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતાં રોષ ફેલાયો હતો. વાહનચાલકોનો આક્ષેપ છે કે માત્ર 500 થી 1000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ડીઝલના મર્યાદિત પુરવઠાને કારણે ખેતી કામ અને વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.

આ સમાચાર શેર કરો