VIDEO/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમિત ચાવડાએ જાહેર કર્યું કોંગ્રેસનું ‘ગ્રામ્ય ગુજરાત વિઝન’
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચારના ધમધમાટ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનું 'ગ્રામ્ય ગુજરાત વિઝન' જાહેર કર્યું છે. ભાજપની કેન્દ્રીય નીતિઓને કારણે પંચાયતી રાજ ૧૮મા ક્રમે ધકેલાયું હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, હાલ ગ્રામીણ સત્તા અધિકારીઓના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે. કોંગ્રેસ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી પંચાયતી રાજને મજબૂત બનાવશે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન અને ગ્રામ પંચાયત સભ્યોને તાલુકા બજેટમાંથી મુસાફરી ભથ્થું અપાશે, જેથી ગામના લોકોની ઈચ્છા મુજબ પાયાનો વિકાસ સાચા અર્થમાં થઈ શકે.સરકારી જમીન ખરાબા ની જમીન કે ગૌચર જમીન હોય તેમાં ગ્રામ સભામાં નિર્ણય લેવાશે..તેવો પણ તેમણે વિશ્વાસ દાખવ્યો છે..
જાહેરાત








