મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

VIDEO/ લગ્નમાં ઘરના ધાબા પરથી ઉડાડયા લાખ્ખો રૂપિયા : લોકોએ કહ્યું- EDના દરોડા કન્ફર્મ!

પૈસા ઝાડ પર નથી ઊગતા પરંતુ હવામાં ચોક્કસ ઊડે છે. જો તમને વિશ્વાસ ન હોય તો આ વીડિયો જોઈ ખરતી

પૈસા ઝાડ પર નથી ઊગતા પરંતુ હવામાં ચોક્કસ ઊડે છે. જો તમને વિશ્વાસ ન હોય તો આ વીડિયો જોઈ ખરતી કરી લો. ઉત્તરપ્રદેશના એક લગ્ન સમારોહમાં માત્ર લગ્નની જાનમાં જ 20 લાખ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. યુપીના સિદ્ધાર્થનગર જિલ્લાના દેવલવા ગામનો આ વાયરલ વીડિયો છે. જેમાં અરમાન અને અફઝલના લગ્નથી ખુશ પરિવારના સભ્યોએ લગભગ 20 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ વીડિયો લગ્નની જાન નીકળવાના સમયનો હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં એક લગ્નની ઉજવણીમાં મહેમાનોએ હવામાં 20 લાખ રૂપિયા ઉડાડયા હતા. આ ભવ્ય લગ્ન સમારોહ હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયું છે, જ્યાં ઘણા વાયરલ વીડિયોમાં મહેમાનો છત અને જેસીબી મશીન પર ચડીને ચલણી નોટો ઉડાડતા જોઈ શકાય છે.

આ ઘટના વરરાજા અફઝલ અને અરમાનના લગ્નમાં બની હતી. લગ્ન દરમિયાન, કેટલાક મહેમાનો નજીકના ઘરોની છત પર ચઢી ગયા હતા, જ્યારે અન્ય લોકો જેસીબી પર ઉભા હતા અને 100, 200 અને 500 રૂપિયાની નોટો હવામાં ઉડાડી હતી. આ દરમિયાન ગામના લોકો જમીન પર પડેલી નોટોને લૂંટવામાં વ્યસ્ત જોવા મળે છે. જેના કારણે ત્યાં મોટી ભીડ ઉમટી પડી હતી. આખું ગામ નોટો લૂંટવા માટે એકત્ર થઈ ગયું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુઝર્સે કોમેન્ટ કરી હતી

આ ભવ્ય પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે નેટીઝન્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ જરૂરતમંદોમાં પૈસા વહેંચવાની વાત કરી તો કેટલાકે તેને વ્યર્થ ખર્ચ ગણાવ્યો. અન્ય ઘણા વપરાશકર્તાઓએ મિશ્ર પ્રતિક્રિયાઓ આપી. જો કે, મોટાભાગના લોકોએ લગ્ન સમારોહમાં પૈસા વેડફવાની આ રીતની ટીકા કરી હતી અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવ્યું હતું.

"આવકવેરા વિભાગને કૉલ કરો"
એક યુઝરે લખ્યું, "આટલા પૈસાથી ચાર ગરીબ છોકરીઓના લગ્ન થઈ શક્યા હોત." દરમિયાન કોઈએ મજાકમાં કહ્યું કે, આવકવેરા વિભાગને ફોન કરો. અન્ય એક યુઝરે લખ્યું કે આવી ઘટનાઓથી સમાજમાં વિવિધ પ્રતિક્રિયાઓ જન્મે છે. શું આ ભવ્યતા બતાવવાનો સાચો રસ્તો છે કે જરૂરિયાતમંદોને મદદ કરવાની ચૂકી ગયેલી તક? તમે શું વિચારો છો?

આ સમાચાર શેર કરો