VIDEO: 'સામાજિક બહિષ્કાર' મામલે કિંજલ દવેની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. કિંજલ દવેની તાજેતરમાં

લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. કિંજલ દવેની તાજેતરમાં એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે થયેલી આંતરજ્ઞાતિય સગાઈ બાદ મોટો સામાજિક વિવાદ ઉભો થયો છે. ત્યારે હવે આ મામલે કિંજલ દવેએ પ્રતિક્રિયા આપી છે...
ઉલ્લેખનીય છે કે, તારીખ 6 ડિસેમ્બરે કિંજલ દવેના સગાઈના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો હતો. આ મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કડક નિર્ણય લઈ કિંજલ દવેના પરિવારને આજીવન સમાજ બહાર કરવાનો નિર્ણય લેવાયો છે. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ત્યારે આ મામલે હવે કિંજલ દવેએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, આવા અસામાજિક તત્વોને નાતમાંથી કાઢવા જોઈએ....અને આ મુદ્દાને લઈને લોકોને ચેતવણી આપતા કહ્યું કે આ વાતને લઈને કોઈ પણ કઈ પોસ્ટ કરશે તેની સામે કિંજલ દવે કાયદાકીય પગલા ભરશે....




