VIDEO: ખાલિસ્તાન લિબરેશન આર્મીએ લીધી બોમ્બ બ્લાસ્ટની જવાબદારી
જલંધરમાં BSF હેડક્વાર્ટર પાસે એક એક્ટિવામાં ભીષણ IED બ્લાસ્ટ થયો હતો, જેમાં સદનસીબે કો
જલંધરમાં BSF હેડક્વાર્ટર પાસે એક એક્ટિવામાં ભીષણ IED બ્લાસ્ટ થયો હતો, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્ફોટની જવાબદારી ખાલિસ્તાન લિબરેશન આર્મીએ સોશિયલ મીડિયા પર સ્વીકારીને DIG સંદીપ ગોયલ અને તેમના પરિવારને નિશાન બનાવવાની ધમકી આપી છે. માર્ચ ૨૦૨૬માં રણજીત સિંહના એન્કાઉન્ટર બાદથી DIG ખાલિસ્તાનીઓના નિશાને છે. સીસીટીવીમાં એક શંકાસ્પદ યુવક પોલિથિન પેકેટ મૂકીને ભાગતો દેખાયો હતો. આ એક્ટિવા પૂર્વ BSF જવાન કાશ્મીર સિંહની છે અને તેમનો પુત્ર ગુરપ્રીત સિંહ અંદર પાર્સલ આપવા ગયો ત્યારે આ ઘટના બની, જેના પગલે પોલીસે તેની અટકાયત કરી છે. અમૃતસર આર્મી કેમ્પ પર પણ ગ્રેનેડ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સીએમ ભગવંત માનના આગમન પૂર્વે થયેલા આ બ્લાસ્ટથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ તપાસમાં જોતરાઈ છે.



