VIDEO: પંજાબમાં થયેલા બે શક્તિશાળી વિસ્ફોટોથી દહેશતનો માહોલ, બંને સ્થળે IEDનો ઉપયોગ થયાની આશંકા
પંજાબમાં ત્રણ કલાકના ગાળામાં અમૃતસર અને જલંધરમાં થયેલા બે શક્તિશાળી વિસ્ફોટોથી રાજ્યમાં દહેશતનો માહોલ ફેલાયો
પંજાબમાં ત્રણ કલાકના ગાળામાં અમૃતસર અને જલંધરમાં થયેલા બે શક્તિશાળી વિસ્ફોટોથી રાજ્યમાં દહેશતનો માહોલ ફેલાયો છે. અમૃતસરના ખાસા આર્મી કેન્ટ વિસ્તારમાં બહારથી અજાણ્યા બાઇક સવાર નકાબપોશ શખ્સોએ વિસ્ફોટક ફેંકતા દિવાલ અને ટીન શેડને નુકસાન થયું હતું, જ્યાં તપાસ દરમિયાન લોખંડના ટિનના અવશેષો મળી આવ્યા છે. બીજી તરફ, જલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર એક સ્કૂટીમાં બ્લાસ્ટ થયો હતો, જેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, બંને સ્થળે IEDનો ઉપયોગ થયો હોવાની આશંકા છે. ઘટનાની ગંભીરતાને જોતા પંજાબ પોલીસની ફોરેન્સિક ટીમ, ભારતીય સેનાનું બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને વિશેષ નિષ્ણાતો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સદનસીબે આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્મી અને BSF કેમ્પને નિશાન બનાવીને પંજાબની શાંતિ ડહોળવાનું આ કોઈ મોટું કાવતરું હોવાનું જણાય છે.



