મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જૂનાગઢના એસ.પી હર્ષદ મહેતાની સ્વૈચ્છિક નિવૃત્તિ, પોલીસ કર્મચારીઓએ આપી શાનદાર વિદાય

જૂનાગઢના એસ.પી હર્ષદ મહેતાને શાનદાર વિદાય આપવામાં આવી છે. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, તે સ્વૈચ્છિ

જૂનાગઢના એસ.પી હર્ષદ મહેતાને શાનદાર વિદાય આપવામાં આવી છે. હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, તે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ પોતાને મનગમતા સેવા કાર્ય કરવા માંગે છે. એસ.પી હર્ષદ મહેતાને શાનદાર વિદાયને પગલે જૂનાગઢમાં ભવ્ય રોડ શોનો કાર્યક્રમ યોજાયો હતો. એસપી ઓફિસથી પોલીસકર્મીઓએ દોરડાથી ગાડી ખેંચી હર્ષદ મહેતાને સન્માન આપ્યું હતું. હર્ષદ મહેતાએ દોઢ વર્ષથી જૂનાગઢમાં એસપી તરીકે ફરજ નિભાવી. તેમણે 30 થી વધુ ગુનેગારો પર ગુજસીટોક, શિવરાત્રી અને પરિક્રમા જેવા ઉત્સવમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી. લોકોએ એસપી હર્ષદ મહેતાને વિદાય દરમિયાન આખા રોડ પર ફુલહાર કરી સન્માનથી વિદાય આપી.

આ સમાચાર શેર કરો