મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ જામનગરની દીકરીનો સૌરાષ્ટ્રમાં ડંકો : ધોરણ-10માં 600માંથી 593 ગુણ સાથે કૃપા શિયાર ઝળકી

ધોરણ-10ની બોર્ડની પરિક્ષામાં દિકરીઓએ બાજી મારી છે...જામનગર જિલ્લાના અલિયાબાળા ગામની

ધોરણ-10ની બોર્ડની પરિક્ષામાં દિકરીઓએ બાજી મારી છે...જામનગર જિલ્લાના અલિયાબાળા ગામની કૃપા લક્ષ્મણભાઈ શિયારએ ન માત્ર જિલ્લામાં પણ સૌરાષ્ટ્રમાં ડંકો વગાડ્યો..કૃપાએ ચાર વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક્સ અને ગુજરાતીમાં 99 અને અંગ્રેજીમાં 94 માર્ક્સ મેળવ્યાં છે...600 માર્ક્સમાંથી 593 માર્ક્સ સાથે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યાં..કૃપાના પિતા ખેતી કરે છે અને તેને ધ્રોલની બીએમ વિદ્યાલયમાંથી ભણીને આ સિદ્ધી હાંસલ કરી છે..કૃપાનું સપનું ડોક્ટર બનવાનું છે..

આ સમાચાર શેર કરો