VIDEO/ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માટે નવા કડક નિયમો જાહેર કરી તણાવ વધાર્યો
ઈરાને હાલમાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે નવા કડક નિયમોની જાહેરાત કરીને
ઈરાને હાલમાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે નવા કડક નિયમોની જાહેરાત કરીને વૈશ્વિક તણાવ વધાર્યો છે. ઈરાની સત્તાવાળાઓએ જણાવ્યું કે તેઓ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા 2000 કિમી લાંબા દરિયાકાંઠા પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ મજબૂત કરશે….આ નવા નિયમો હેઠળ, તે વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર કડક દેખરેખ રાખવામાં આવશે. હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના તેલ પુરવઠા માટે 'લાઈફલાઈન' સમાન છે, તેથી ઈરાનનો આ નિર્ણય વૈશ્વિક વેપાર અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ગંભીર માનવામાં આવી રહ્યો છે. ઈરાન આ વિસ્તારમાં પોતાની સાર્વભૌમત્વ સાબિત કરવા કટિબદ્ધ દેખાય છે.



