મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પૂણેમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ, રોષે ભરાયેલી મહિલાઓ રસ્તા પર ઉતરી વિરોધ ઠાલવ્યો, આરોપીને ફાંસી આપવાની કરી માંગ

VIDEO: મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના નસરાપુર વ

VIDEO: મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના નસરાપુર વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જન્માવ્યો છે. આ નરાધમ કૃત્યના વિરોધમાં શિવસેનાની મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં પૂણેમાં રસ્તા પર ઉતરી આવી હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શનકારી મહિલાઓએ આરોપીને કડકમાં કડક સજા કરવાની અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની માંગ કરી છે. બાળકીઓને સુરક્ષા આપો ના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને નસરાપુર પંથકમાં ન્યાયની માંગ સાથે રોષપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને પ્રક્રિયા તેજ કરી છે.પરંતુ જનતામાં સુરક્ષાને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો