Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold Price Today: Big fall in gold and silver: Silver down by 3,400 and gold by more than 1,200, know today's new rates

Gold Price Today: સોના-ચાંદીમાં મોટો કડાકો: ચાંદીમાં 3,400 અને સોનામાં 1,200થી વધુનો ઘટાડો, જાણો આજના નવા રેટ

Timeછેલ્લું અપડેટ : 02 May 2026
લાઇવ ટીવીGoogle News
Gold Price Today: સોના-ચાંદીમાં મોટો કડાકો: ચાંદીમાં 3,400 અને સોનામાં 1,200થી વધુનો ઘટાડો, જાણો આજના નવા રેટ
સોર્સ : AI IMAGE

Gold Price Today: સોનું અને ચાંદીમાં આ અઠવાડિયામાં મોટો કડાકો નોંધાયો છે. જેમાં સોનું 1,000 અને ચાંદી 3,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 1,216 રૂપિયાથી ઘટીને 1,50,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 1,51,479 ભાવ હતો. 

App Store

સોનું થયું સસ્તું
22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,38,755 રૂપિયાથી ઘટીને 1,37,641 થયો છે. જેમાં 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,13,609 રૂપિયાથી ઘટીને 1,12,697 રૂપિયા થયો છે.

આ અઠવાડિયે સોનાનો સૌથી ઓછો ભાવ રૂ.1,47,973 પ્રતિ 10 ગ્રામ 29 એપ્રિલે જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત સૌથી વધુ ભાવ રૂ.1,51,186 પ્રતિ 10 ગ્રામ 27 એપ્રિલે નોંધાયો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો
ચાંદીનો ભાવ રૂ.3,494 ઘટીને રૂ.2,40,331 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે તેના અગાઉના સ્તર રૂ.2,43,828 પ્રતિ કિલોગ્રામથી નીચે છે. આ અઠવાડિયે ચાંદીનો સૌથી ઓછો ભાવ રૂ.2,36,300 પ્રતિ કિલોગ્રામ એપ્રિલના રોજ નોંધાયો હતો, જ્યારે સૌથી વધુ ભાવ રૂ.2,43,720 પ્રતિ કિલોગ્રામ 27 એપ્રિલના રોજ જોવા મળ્યો હતો.

વૈશ્વિક અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ ઘટીને 4,585 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીના ભાવ 74 ડોલરે પ્રતિ ઔંસ આસપાસ રહ્યા છે.