Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Sensex plunges 927 points; Nifty plunges 286 points, crude oil crosses $120

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 927 પોઈન્ટ ગબડ્યો; નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 927 પોઈન્ટ ગબડ્યો; નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર
સોર્સ : GSTV

આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,568.53 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ 286.70 પોઈન્ટ (1.19%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી અત્યારે 23,890.95 ના સ્તર પર આવી ગઈ છે.

App Store

બજારમાં કડાકો બોલાવવાના મુખ્ય કારણો

શેરબજારમાં આજે આવેલા આ પ્રચંડ ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને આર્થિક પરિબળો જવાબદાર છે:

અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ: ભૂ-રાજકીય મોરચે પરિસ્થિતિ વણસી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધી ઉર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.

ક્રૂડ ઓઈલમાં ભડકો: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોંઘવારી વધવાના સંકેત છે.

યુએસ ફેડરલ રિઝર્વનું વલણ: અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે પરંતુ મોંઘવારીને લઈને તેમનું વલણ અત્યંત કડક ('હૉકિશ') રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે.

એશિયાઈ બજારોની નબળાઈ: જાપાનના નિક્કેઈ અને કોસ્પી જેવા એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.