VIDEO/સી-ફૂડ એક્સપોર્ટ: ડ્રેગને કરી અમેરિકાની ભરપાઈ; ચીનના માર્કેટે ભારતની દરિયાઈ નિકાસને આપી નવી ઊંચાઈ
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે પણ ભારતનો સી-ફૂડ એક્સપોર્ટ આવી ઊંચા
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને પડકારો વચ્ચે પણ ભારતનો સી-ફૂડ એક્સપોર્ટ આવી ઊંચાઈ સર કરી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ રેકોર્ડબ્રેક 72 હજાર 325.82 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ભારતીય સી-ફૂડ માટે અમેરિકા સૌથી મોટું માર્કેટ રહ્યું છે, પરંતુ આ વખતે ત્યાં ટેરિફ સંબંધિત સમસ્યાઓને કારણે નિકાસમાં ઘટાડો નોંધાયો છે.
જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાના આ ઘટાડાની ભરપાઈ ચીન અને અન્ય દેશોએ કરી દીધી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સી-ફૂડ નિકાસનો કુલ જથ્થો 19.32 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે. ભારતની આ ઐતિહાસિક સફળતામાં ફ્રોઝન ઝીંગા મુખ્ય ગ્રોથ એન્જિન સાબિત થયા છે. કુલ નિકાસ આવકમાં ઝીંગાનો હિસ્સો 47 હજાર 973.13 કરોડ રૂપિયા રહ્યો છે, જે કુલ કમાણીના બે-તૃતીયાંશ કરતા પણ વધુ છે. અમેરિકામાં નિકાસના મૂલ્યમાં 14.5 ટકા અને જથ્થામાં આશરે 20 ટકાનો ઘટાડો થયો હોવા છતાં તે ભારત માટે ટોપ નિકાસ ડેસ્ટિનેશન બની રહ્યું છે.




