VIDEO: ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફારના સંકેત
ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટા બદલાવની શક્યતા છે. મુખ્ય કોચ ગ

ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટા બદલાવની શક્યતા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફનો બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઈને BCCI ચર્ચા કરી રહ્યું છે. અહેવાલો મુજબ, બોર્ડ બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને સહાયક કોચ રાયન ટેન ડોશેટને ટીમ સાથે જાળવી રાખવા ઇચ્છે છે. મોર્ને મોર્કેલના માર્ગદર્શન હેઠળ ભારતીય ઝડપી બોલિંગ આક્રમણે સારું પ્રદર્શન કર્યું છે. જ્યારે રાયન ટેન ડોશેટે ટીમની રણનીતિ અને ખેલાડીઓના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી ટીમની ફિલ્ડિંગમાં થયેલા ઘટાડાને કારણે તેમના પદ અંગે BCCI નિર્ણય લઈ શકે છે.




