VIDEO: સુરેન્દ્રનગરમાં ભરચોમાસે પાણી માટે મહિલાઓનો મહાનગરપાલિકામાં હોબાળો
સુરેન્દ્રનગરમાં ભરચોમાસે પીવાના પાણી માટે મહિલાઓએ મહાપાલિકા કચેરીએ હલ્લાબોલ

સુરેન્દ્રનગરમાં ભરચોમાસે પીવાના પાણી માટે મહિલાઓએ મહાપાલિકા કચેરીએ હલ્લાબોલ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે... 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા સોસાયટીની મહિલાઓએ પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને મહાનગરપાલિકામાં ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશો છેલ્લા બે વર્ષથી આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરી રહ્યા છે, છતાં 100થી વધુ મકાનોમાં હજુ પણ પાણીની તંગી યથાવત છે. ચોમાસાની સીઝનમાં પણ પાણી માટે વલખાં મારતા લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સોસાયટીની નજીકનો ડેમ 20 ફૂટની સપાટીએ ભરેલો હોવા છતાં માત્ર નબળી વિતરણ વ્યવસ્થાને કારણે લોકોને પાણી મળતું નથી. રોષે ભરાયેલી મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




