VIDEO: રાજકોટમાં ઠગબાજોએ 74 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરીને 78 લાખ રૂપિયા પડાવ્યા
રાજકોટમાં 74 વર્ષીય વૃદ્ધા ડિજિટલ એરેસ્ટ નો શિકાર બન્યા છે. સાયબર માફિયાઓએ
રાજકોટમાં 74 વર્ષીય વૃદ્ધા ડિજિટલ એરેસ્ટ નો શિકાર બન્યા છે. સાયબર માફિયાઓએ મુંબઈ પોલીસ અને CBI અધિકારીના નામે ડરાવી, આધાર કાર્ડના દુરુપયોગનો ખોટો આરોપ લગાવી વૃદ્ધાને ડિજિટલ કેદ કર્યા હતા. ઠગોએ કોર્ટ જેવો સેટ બતાવી વિશ્વાસમાં લીધા અને ટુકડે-ટુકડે 78 લાખ પડાવી લીધા. છેતરપિંડીનો અહેસાસ થતા વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડ પાછળ કંબોડિયાની ગેંગ હોવાની આશંકા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



