VIDEO: આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાની પોલીસની પદ્ધતિ સામે ઇન્ચાર્જ DGP કે.એલ.એન.રાવે કડક ચેતવણી ઉચ્ચારી
ગુજરાતમાં આરોપી
ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાની પોલીસની પદ્ધતિ સામે ઇન્ચાર્જ DGP કે.એલ.એન.રાવે કડક ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે આરોપીઓના જાહેરમાં સરઘસ કે વરઘોડા કાઢવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. લેખિત આદેશમાં જણાવાયું છે કે આરોપીઓને જાહેરમાં લાત, લાકડી મારવી કે માફી મંગાવવી જેવી અમાનવીય હરકતો કરવી નહીં. પોલીસ દ્વારા આરોપીઓને ગુનાસ્થળે અથવા જાહેર સ્થળે લઈ જઈ અપમાનિત કરવાની પદ્ધતિ સામે હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. DGPએ ચેતવણી આપી છે કે આરોપીઓ સાથે ગેરવર્તણૂક થશે તો સંબંધિત અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડશે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે.




