VIDEO: પરિણીતાના આપઘાત મામલે કોર્ટે આરોપી પતિના રિમાન્ડ ના મંજૂર કર્યા, જેલ હવાલે કરવાનો આદેશ
અમદાવાદના વાસણા વિસ્તારમાં પરિણીતાના આપઘાત મામલે મહત્વના સ

અમદાવાદના વાસણા વિસ્તારમાં પરિણીતાના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસકર્મી અર્જુનસિંહ પુરોહિતના ત્રાસથી કંટાળીને તેની પત્ની ગીતાએ આપઘાત કરી લીધો હતો, જે સંદર્ભે પોલીસે આરોપી પોલીસકર્મીની મુંબઈથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વાસણા પોલીસે આરોપી અર્જુનસિંહને મેટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, મેટ્રો કોર્ટે પોલીસની આ રિમાન્ડ અરજી નામંજૂર કરીને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ સમગ્ર ઘટનાએ પોલીસ બેડામાં અને સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.




