VIDEO: આવતીકાલે કમલમાં ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક
આવતીકાલે ગુજરાત પ્રદેશ બીજેપીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વા

આવતીકાલે ગુજરાત પ્રદેશ બીજેપીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલનારી આ બેઠકની અધ્યક્ષતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર કરશે. આ બેઠકમાં જિલ્લા પ્રમુખો, મહાનગરના શહેર પ્રમુખો અને પ્રભારીઓને ખાસ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રશિક્ષણ વર્ગો, આગામી પેટા ચૂંટણીની રણનીતિ અને પક્ષના આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવાનો છે. ચૂંટણીલક્ષી તૈયારીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે, જેમાં પક્ષના મહત્વના હોદ્દેદારો ચિંતન-મંથન કરશે.




