VIDEO: વડોદરામાં હયાતની રેસ્ટોરેન્ટે વેજને બદલે પિતા-પુત્રને પિરસ્યું નોનવેજ, રડી રડીને આધેડે બળાપો ઠાલ્યો
વડોદરામાં નિલાંબર સર્કલ પાસે આવેલી પ્રખ્યાત હોટેલ હયાત પેલેસની ઝિંગ રેસ્
વડોદરામાં નિલાંબર સર્કલ પાસે આવેલી પ્રખ્યાત હોટેલ હયાત પેલેસની ઝિંગ રેસ્ટોરન્ટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જ્યાં એક પિતા-પુત્રએ વેજીટેરીયન ઓર્ડર આપ્યા છતાં નોનવેજ વાનગી પીરસાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાએ ગ્રાહકોમાં રોષ ફેલાવ્યો
આ ઘટનાએ ગ્રાહકોમાં રોષ ફેલાવ્યો છે અને હોટેલના વર્તન પર સવાલો ઊભા કર્યા છે.ગ્રાહકે વાનગી વેજ છે કે નહીં તેની બે-ત્રણ વખત પૂછતાછ કરી હતી ત્યારે હોટેલ સંચાલકોએ વાનગી વેજ હોવાનો દાવો કર્યો. જોકે, બાદમાં વાનગી નોનવેજ હોવાનું બહાર આવતાં ગ્રાહકોમાં રોષ ફેલાયો અને ભારે હોબાળો મચ્યો હતો.
ગ્રાહકને નોનવેજ પીરસ્તા ગ્રાહક રડવા લાગ્યા
શુદ્ધ શાકાહારી ગ્રાહકને નોનવેજ પીરસ્તા ગ્રાહક રડવા લાગ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત વેજની જગ્યા પર નોનવેજ પિરસ્તા હોટલ અને ગ્રાહક વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે.






