મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તરસાલીના રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓનો ભારે હોબાળો

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં મોડી રાત્રે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા બે દિવસથી ગેસ સિલિન્ડરના અભાવે રસોઈ બંધ હોવા ઉપરાંત, લોટ અને શાકભાજીમાં જીવાત તથા વંદા જોવા મળતા છાત્રોનો પારો આસમાને પહોંચ્યો હતો.ઘટનાની જાણ થતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થળ પર પહોંચ્યા હતા અને કિચનમાં અસ્વચ્છતા જોઈ ચોંકી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓની આ ગંભીર સમસ્યા અંગે તેમણે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી છે.  

આ સમાચાર શેર કરો