VIDEO/ મવડીમાં હનુમાનજીનું મંદિર તોડવા જતા ભારે વિરોધ
રાજકોટમાં મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે મેગા ડિમોલિશન

રાજકોટમાં મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. એક જ રાતમાં 13 મંદિરો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે મવડી મેઇન રોડ પર હનુમાનજી મંદિર તોડવા પહોંચતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હિન્દુ યુવકોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ હનુમાનજીની મૂર્તિ યથાવત રાખી મંદિરની સાઇઝ નાની કરવા માટે બાંહેધરી આપી હતી. અંતે ભારે રકઝક બાદ માત્ર મંદિરનો ઓટો ભાગ તોડવામાં આવ્યો હતો. સ્થાનિકોના વિરોધને કારણે સંપૂર્ણ ડિમોલિશન અટકાવવામાં આવ્યું હતું. ઘટના દરમિયાન વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.




