મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ગુવાહાટી શહેરમાં ખાબક્યો જોરદાર વરસાદ, નાગરિકોને સાવચેતી રાખવા-બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ

આસામના ગુવાહાટી શહેરમાં રવિવારે બપોરે જોરદાર વરસાદ ખાબકતા

આસામના ગુવાહાટી શહેરમાં રવિવારે બપોરે જોરદાર વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે જી.એસ. રોડ, ઝૂ રોડ અને માલીગાંવ જેવા મુખ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેનાથી વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી.

ભારે બફારા બાદ આવેલા આ વરસાદથી તાપમાનમાં ઘટાડો  થયો હતો, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ જતાં રસ્તાઓ નદીમાં ફેરવાયા હતા. વહીવટીતંત્રે નાગરિકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી હતી. વધુ વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક થયું છે.

આ સમાચાર શેર કરો