મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: સુરતમાં ગરમીનો પ્રકોપ: સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓ માટે એસી જેવી ઠંડક, પિંજરામાં મુકાયા કૂલર અને ફુવારા!

VIDEO: ઉનાળાની શરૂઆત થઈ ચુક

 VIDEO: ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે.. ત્યારે સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર હવે અબોલ જીવો પર પણ જોવા મળી રહી છે. ગરમીના પ્રકોપથી બચાવવા સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓ માટે કૂલર અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતના સરથાણા નેચર પાર્કમાં આકરી ગરમીના પગલે પ્રાણીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ગરમીને કારણે હિંસક પ્રાણીઓના ખોરાકમાં 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે તેમના શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે પ્રવાહી અને પાણીની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાણી સંગ્રહાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે સિંહ, વાઘ, દીપડા અને રીંછ જેવા માંસાહારી પ્રાણીઓ તેમજ પક્ષીઓના પિંજરામાં ફુવારા મૂકવામાં આવ્યા છે.

હિંસક પ્રાણીઓના પાણીના કુંડામાં રોજ ઠંડું પાણી બદલવામાં આવે છે, જેથી તેઓ આરામથી સ્નાન કરી શકે અને ઠંડક મેળવી શકે. ગરમીમાં પ્રાણીઓને ડીહાઇડ્રેશનથી બચાવવા માટે તેમના આહારમાં તરબૂચ, ટેટી, શેરડી અને મોસંબી જેવા ફળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં, પ્રાણીઓને પીવાના પાણીમાં ઈલેક્ટ્રોલ પાવડર ભેળવીને આપવામાં આવે છે, જેથી ઉનાળાની આકરી ગરમીમાં તેમની શારીરિક શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે.

આ સમાચાર શેર કરો