મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: હીરાનગરીમાં ગૅસ કટોકટી: ટેક્સટાઈલ શ્રમિકોને વતન જતાં રોકવા માટે એસોસિએશનોએ શરૂ કરી ભોજનની વ્યવસ્થા

VIDEO: રાંધણ ગૅસની અનિશ્ચિતતા વચ્ચે સુ

તસવીર: GSTV

VIDEO: રાંધણ ગૅસની અનિશ્ચિતતા વચ્ચે સુરતના પાંડેસરા અને સચિન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં હજારો શ્રમિકોના ઘરે ચૂલા સળગવા મુશ્કેલ બન્યા છે. શ્રમિકોના પલાયનને રોકવા માટે ટેક્સટાઇલ એસોસિએશનોએ હવે રસોડું સંભાળ્યું છે.

સુરતના પાંડેસરા સચિન અને પલસાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી કોમર્શિયલ અને ઘરેલું ગેસના પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો છે. ગેસની અછત અને કાળાબજારને કારણે લાખો પરપ્રાંતીય શ્રમિકો માટે ઘરે જમવાનું બનાવવું અશક્ય બનતા તેઓ વતન પરત ફરી રહ્યા છે.. 

ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોના પલાયનને રોકવા માટે સ્થાનિક એસોસિએશનો અને ભોજનાલયો આગળ આવ્યા છે. પાંડેસરામાં હસમુખ ઠક્કર દ્વારા સંચાલિત ભોજનાલયમાં જમવાની ક્ષમતા સીધી બમણી કરી દેવામાં આવી છે. અહીં રોજના 1500 ના બદલે હવે 4000 થી 5000 શ્રમિકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો