મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ હરિદ્વાર : મુશળધાર વરસાદથી 'હર કી પૌડી' ખાતે શ્રદ્ધાળુઓ અટવાયા

હરિદ્વારમાં આજે હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન સાથે

હરિદ્વારમાં આજે હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને તરબતર કરી દીધું છે. ગંગા કિનારે આવેલા હર કી પૌડી સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે શ્રદ્ધાળુઓએ અહીં-તહીં આશરો લેવો પડ્યો હતો. મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ આ વરસાદ પડતા સ્થાનિક લોકોએ રાહત અનુભવી છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે હજુ પણ આગામી કેટલાક કલાકો સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને ગંગા કિનારે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો