મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠામાં મંજૂરી વગર જ સરકારી ક્વાર્ટર્સ જમીનદોસ્ત, વહીવટી તંત્રમાં દોડધામ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે નિયમોન

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે નિયમોને નેવે મૂકીને સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી, જાહેર ખબર કે હરાજીની પ્રક્રિયા કર્યા વિના જ આ સરકારી ઇમારતોને તોડી પાડવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

નવાઈની વાત તો એ છે કે, ઇમારતો તોડી પાડ્યા બાદ તેનો કિંમતી કાટમાળ પણ સ્થળ પરથી ગાયબ કરી દેવામાં આવ્યો છે, જે સીધેસીધું સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય હોવાનું મનાઈ રહ્યું છે. આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ અંગે જાગૃત અરજદારે લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. અરજી મળતા જ પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા છે અને આ મામલે તાલુકા વિકાસ અધિકારી ને સાથે રાખી તપાસના આદેશ આપ્યા છે.

આ સમાચાર શેર કરો