VIDEO: ગૌતમ ગંભીરની મોટી કાયદાકીય જીત: દિલ્હી હાઈકોર્ટે ડીપ ફેક અને AI વીડિયો હટાવવા સોશિયલ મીડિયા દિગ્ગજોને આપ્યો આદેશ
VIDEO: દિલ્હી હાઈકોર્ટે ડીપ ફેક મા
VIDEO: દિલ્હી હાઈકોર્ટે ડીપ ફેક મામલામાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના પક્ષમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.કોર્ટે ગંભીરના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતો આદેશ આપ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે ગૌતમ ગંભીરના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કરતાં મેટા, ગૂગલ અને એમેઝોનને વાંધાજનક પોસ્ટ અને કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપ્યો છે.ગંભીરે અરજીમાં જણાવ્યું હતું કે તેમના નામછબીઅવાજ અને ફોટોગ્રાફ્સનો તેમની પરવાનગી વિના વ્યાપારી હેતુથી દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ડીપ ફેક અને એઆઈ તકનીકોનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
ન્યાયાધીશ જ્યોતિ સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું કે ગંભીરના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ખાસ કરીને ગંભીરના રાજીનામાનો એક એઆઈ જનરેટેડ વીડિયો અપલોડ થયો હતો, જેને 29 લાખ વ્યૂઝ મળ્યા હતા.ગંભીરના વકીલ અનંત દેહદરાયે જણાવ્યું કે અનેક વાંધાજનક લિંક્સ દૂર કરવામાં આવી છે, પરંતુ તે વારંવાર શેર થઈ રહી છે. કોર્ટે પ્લેટફોર્મને આવી સામગ્રી પર નિયંત્રણરાખવાની સૂચના આપવામાં આવી છે.






