VIDEO: સંભલમાં લગ્નની સીઝન વચ્ચે ગૅસની કટોકટી: તંત્ર હરકતમાં, વર-કન્યા પક્ષને રાહત આપવા માસ્ટર પ્લાન
VIDEO: ઉત્તર પ્રદેશના સંભલમાં લગ
VIDEO: ઉત્તર પ્રદેશના સંભલમાં લગ્નની સીઝન વચ્ચે ગેસ સિલિન્ડરની અછત સર્જાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.. સિટી મેજિસ્ટ્રેટ સુધીર કુમાર સોનીના જણાવ્યા અનુસાર, લગ્ન પ્રસંગ ધરાવતા પરિવારોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સપ્લાય ઇન્સ્પેક્ટર અને ગેસ એજન્સીઓ દ્વારા અરજીઓની ખરાઈ કર્યા બાદ જ પાત્ર પરિવારોને ઘરેલુંને બદલે કોમર્શિયલ સિલિન્ડર ફાળવવામાં આવી રહ્યા છે.
ગેસની કાળાબજારી રોકવા માટે એજન્સીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને સંગ્રહખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.. અત્યાર સુધીમાં અનેક પરિવારોએ સિલિન્ડર માટે અરજી કરી છે, જેમને ચકાસણી બાદ તુરંત પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે..





