મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: રિવોલ્વર સાફ કરવાના બહાને ગયા અને ગોળી મારી લીધી: સીતાપુરમાં ડોક્ટરની આત્મહત્યાથી અનેક સવાલો

VIDEO: સીતાપુરના ખૈરાબાદમાં જૂના બજ

તસવીર: GSTV

VIDEO: સીતાપુરના ખૈરાબાદમાં જૂના બજાર વિસ્તારના જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર રાજેન્દ્ર ચૌધરીએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.. 69 વર્ષીય ડોક્ટરે પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.

તેમની પત્નીના જણાવ્યા અનુસાર, છેલ્લા 15-20 દિવસથી તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા અને ઘટનાના દિવસે રિવોલ્વર સાફ કરવાના બહાને ઉપરના માળે ગયા બાદ પરત ફર્યા નહોતા.

ઘટનાની જાણ થતા જ સીઓ સિટી ગોપાલ વિનાયક ભોસલે સહિતનો પોલીસ કાફલો અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આત્મહત્યા પાછળના સચોટ કારણો જાણવા તપાસ તેજ કરી છે..

આ સમાચાર શેર કરો