VIDEO/ ભરતીના નામે ભંડોળ: સુરત મનપાને ₹10 કરોડની કમાણી
યુવાઓના ખિસ્સાથી સુરત મહાનગરપાલિકા માલામાલ થઈ છે. વાત એમ છે કે સુરત મ
યુવાઓના ખિસ્સાથી સુરત મહાનગરપાલિકા માલામાલ થઈ છે. વાત એમ છે કે સુરત મહાનગરપાલિકામાં વિવિધ ખાલી જગ્યા પર ભરતી જાહેર કરી છે. જેની ફોર્મ ફીમાંથી જ 10 કરોડની આવક થઈ ગઈ. પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ કેડરની માત્ર 2 હજાર 700 જગ્યાઓ સામે એટલો મોટો ધસારો થયો છે કે, હજી તો પરીક્ષા લેવાય તે પહેલાં જ પાલિકા કરોડપતિ બની ગઈ છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નિયત કરાયેલી રૂ.400થી 500ની રજિસ્ટ્રેશન ફીના કારણે પાલિકાની તિજોરીમાં અત્યાર સુધીમાં રૂ.10 કરોડથી વધુની રકમ જમા થઈ ચૂકી છે. કુલ 3.10 લાખ લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા હતા. તેમાંથી 2.39 લાખ ઉમેદવારોએ પોતાની આકરી ફી ચૂકવીને અરજી કન્ફર્મ કરી છે.




