VIDEO: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા ચાર મહત્વના નિર્ણય, ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ અપાયો
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચાર મહત્વના નિ
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચાર મહત્વના નિર્ણય લેવામાં આવ્યા, જેમાં ખેડૂતો માટે ટેકાના ભાવ માટે 2 લાખ 50 હજાર કરોડથી વધુ રકમની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ-સરખેજથી ધોલેરા વચ્ચે સેમી હાઈ-સ્પીડ ડબલ-લાઇન રેલ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ રેલ પ્રોજેક્ટ પાછળ અંદાજે 20,665 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટથી ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી ઝડપી બનશે, જે સેમીકન્ડક્ટર ઉદ્યોગ અને સ્થાનિક વેપાર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. ધોલેરામાં ભારતનો પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે અને તેને એક વિશાળ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.



