VIDEO:સાખેજ ગામે ચૂંટણીની રાજકીય અદાવત રાખીને પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો
ખેડા તાલુકાના સાખેજ ગામે ચૂંટણીની રાજકીય અદાવત રાખીને પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલાનો
ખેડા તાલુકાના સાખેજ ગામે ચૂંટણીની રાજકીય અદાવત રાખીને પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલાનો બનાવ બન્યો છે.પાનની દુકાને બેઠેલા પૂર્વ સરપંચ પ્રવિણસિંહ ઝાલા પર અમારી સામે ઉમેદવાર કેમ ઊભો રાખ્યો તેમ કહીને ટોળાએ માર માર્યો હતો..તેના દ્રશ્યો પાનની દુકાન પરના સીસીટીવીમાં કેદ થયા છે..જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે...આ હુમલામાં પ્રવિણસિંહ ઝાલાને ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈજાગ્રસ્ત માજી સરપંચે આક્ષેપ કર્યો હતો કે ઘટનાના ૧૨ કલાક બાદ પણ સ્થાનિક પોલીસે હજુ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી.




