VIDEO: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની થયા ભાવુક, આજે સાંજે રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂ
12 જૂને (ગુરુવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્નીએ પતિને આપી ભાવુક વિદાય આપી હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આજે સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025(સોમવાર)ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
વિજય રૂપાણીના પરિવારજનો સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા
વિજય રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, રાધિકા રૂપાણી, નીતીન ભારદ્વાજ અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હૉસ્પિટલ પહોંચી ગયા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ મેયર અને ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીના પાર્થિવ દેહને અમદાવાદ ઍરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લઈ જવાશે. અમદાવાદ ઍરપોર્ટ ખાતે ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે.








