VIDEO: પહેલગામ હુમલાની પ્રથમ વરસી, સમગ્ર દેશ શોક અને શહીદોને કરી રહ્યો છે યાદ
પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની પ્રથમ વરસી પર સમગ્ર દેશ
પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની પ્રથમ વરસી પર સમગ્ર દેશ શોક અને સંકલ્પના ભાવ સાથે શહીદોને યાદ કરી રહ્યો છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ બેસરન ઘાટીમાં થયેલા આ હુમલામાં ૨૬ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના જખમ એક વર્ષ બાદ પણ તાજા છે. પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીના પત્નીએ પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું કે આ આતંકવાદી કૃત્યએ તેમના જીવનની તમામ ખુશીઓ અને સ્મિત છીનવી લીધું છે. ભોગ બનેલા પરિવારો આજે પણ આ અપાર ખોટમાંથી બહાર આવી શક્યા નથી અને તેમના હૃદયમાં તે કાળી ઘટનાના નિશાન અમિટ છે.




