મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ચાંદખેડા વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દારૂ ભરેલી ગાડી આવાની બાતમી મળતા પોલીસે ઝડપી લેવા માટે જાળ બિછાવી હતી. બુટલેગરે પોલીસને જોઈને ક્રુઝ કાર પુરઝડપે દોડાવી હતી.  પોલીસે પીછો કરતા કાર ચાલકે લારીને ટક્કર મારતા કાર પલ્ટી મારી ગઈ હતી. કારમાંથી ચાલક નીકળીને રીંગરોડ તરફ ફરાર થયો હતો. કારમાંથી દારૂની 802 બોટલો પોલીસને મળી આવી હતી. 

88 હજારથી વધુનો દારૂ ઝડપી પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો