VIDEO/ નૈનીતાલના જંગલોમાં ભીષણ આગ, કિંમતી વનસ્પતિ ખાખ: પર્યાવરણ સામે મોટું જોખમ
ઉત્તરાખંડના નૈનીતાલના ગેઠિયા વિસ્તારમાં આવેલા જંગલોમાં બે અલગ-અલગ સ્થળોએ ભીષણ આગ ફાટી
ઉત્તરાખંડના નૈનીતાલના ગેઠિયા વિસ્તારમાં આવેલા જંગલોમાં બે અલગ-અલગ સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળી. આ દુર્ઘટનાને પગલે કિંમતી વનસ્પતિ અને પર્યાવરણને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પહાડી વિસ્તાર હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, તેમ છતાં વનકર્મીઓ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.ઉનાળાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધતા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ વન વિભાગ અને સ્થાનિક લોકો આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા છે.
જાહેરાત






