VIDEO: ખેડૂતોની મુશ્કેલી વધશે! ખાતરના ભાવમાં તોળાઈ રહ્યો છે મોટો ઉછાળો, ઈરાન યુદ્ધના કારણે આયાત મોંઘી
ઈરાન યુધ્ધના પગલે ભારતમાં કૃષિ ખાતરનું સંકટ ઉભું થ
ઈરાન યુધ્ધના પગલે ભારતમાં કૃષિ ખાતરનું સંકટ ઉભું થઇ શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર ભારત ૨૫ લાખ મેટ્રિક ટન યુરિયાની આયાત કરી રહયું છે. જો કે આના માટે પહેલાની સરખામણીમાં બમણો ભાવ ચુકવવો પડશે.આથી ખાતરોની કિંમતમાં વધારો તોળાઇ રહયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે નામ નહી આપવાની શરતે એક સરકારી સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ ૯૩૫ ડોલર પ્રતિ ટનની કિંમતે 15 લાખ ટન અને 959 યૂરો પ્રતિ ટનના દરથી 10 લાખ મેટ્રિક ટન યૂરિયા ખરીદવા પર સંમતિ મળી છે.
5 લાખ ટન યૂરિયા ડિલીવરી પશ્ચિમ તટ અને 10 લાખ ટન યૂરિયાની ડિલીવરી પૂર્વી કાંઠે થશે
આ સંભવિત યૂરિયા ખરીદીમાંથી 15 લાખ ટન યૂરિયા ડિલીવરી પશ્ચિમ તટ અને 10 લાખ ટન યૂરિયાની ડિલીવરી પૂર્વી કાંઠે થશે. ભારત વિશ્વમાં યુરિયાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. એપ્રિલ મહિનામાં જ 25 લાખ ટન યુરિયા ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડયું હતું જેમાં નીચેની બોલી 935 ડોલર પ્રતિ ટન અને ઉંચી બોલી 1 હજાર 136 ડોલર પ્રતિ ટન હતી. આ પહેલા રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ યૂરિયા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં 508 ડોલર પ્રતિ ટન અને પૂર્વી તટ માટે 512 ડોલર પ્રતિ ટન બોલી પ્રાપ્ત થઇ હતી.







