VIDEO: ખેડબ્રહ્માની હરણાવ નદી ગાંડીતૂર થતા લોકોમાં ભયનો માહોલ
VIDEO: સાબરકાંઠા જિલ્લાના ટાઉન ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં ઉપરવાસના ખેડવા ડે
VIDEO: સાબરકાંઠા જિલ્લાના ટાઉન ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં ઉપરવાસના ખેડવા ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ હોવાથી નદીએ રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડવા ડેમમાંથી 50000થી વધુ ક્યુસેક પાણી છોડાતા ખેડબ્રહ્માનો ડીપ જળમગ્ન થયો છે. આ ઉપરાંત નદી કિનારે આવેલા રોડ-રસ્તા, મકાનોમાં નદીના પાણી ઘુસ્યા છે. હરણાવ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. જેના લીધે ખેડબ્રહ્મા બ્રિજ પર પોલીસ ગોઠવવાની નોબત આવી છે. સતત વરસાદને લીધે હજી હરણાવ નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. જેના લીધે નદીના પાણી છેક રસ્તા અને લોકોનાં મકાનોમાં ઘુસી જતા ડરનો માહોલ જામ્યો છે.
ખેડબ્રહ્માના ઉપરવાસથી સતત પાણીની આવક તેમજ ખેડવા ડેમમાંથી છોડાઈ રહેલા પાણીની વિપુલ આવકને લીધે હરણાવ નદીમાં પુષ્કળ પાણી ઠલવાઈ રહ્યું છે. જેથી નીચાણવાળા આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેથી સ્થાનિકોને ડર લાગવા લાગ્યો છે.




