VIDEO: ખેડૂતો વાવણી મૂકીને મતદાન કરવા લગાવી રહ્યા છે લાઈનો, જાણો શું છે જગતના તાતનો મિજાજ
વિસાવદરની ચૂંટણીમાં આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી શક્યતાઓ હાલના મતદાનની ટકાવારી પરથી જોવા મ
વિસાવદરની ચૂંટણીમાં આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી શક્યતાઓ હાલના મતદાનની ટકાવારી પરથી જોવા મળી રહી છે. હાલ વિસાવદર પંથકમાં વરસાદે વિરામ લીધો હોવાથી વાવણીની સિઝન પણ પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો વાવણીની કામગીરી પડતી મૂકીને પણ મતદાન કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે. વર્ષ 2012માં જ્યારે સૌથી વધુ 66 ટકા મતદાન થયું હતુ.
ખેડૂતો વાવણી મૂકીને મતદાન કરવા લગાવી રહ્યા છે લાઈનો
કેશુભાઈ પટેલ જીપીપી માંથી અને કનુભાઈ ભાલાળા ભાજપમાંથી ચૂંટણી લડતા હતા.એ સમયે ભાજપના કનુભાઈ ભાલાળાની 43 હજારથી વધુ મતે હાર થઈ હતી. હાલમાં પણ તે જ રીતનો માહોલ વિસાવદર વિધાનસભાના ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યો છે.
વિધાનસભાની ચૂંટણીમાં તે ટ્રેન્ડથી મતદાન થઈ રહ્યું છે
સ્થાનિક લોકો અને આગેવાનો કહે છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે રીતે મતદાન થતું હોય તેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં તે ટ્રેન્ડથી મતદાન થઈ રહ્યું છે. આ ટ્રેડ કંઈક અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે.







